Inviting creative Parsi Drama Scripts

Hi
We would like to get hold of creative scripts that can re-ignite the previous years’ Parsi Nataks still alive in smaller numbers in India

The purpose is to get young children learn and preserve the Parsi Gujarati language (our version which we are so proud of, but youngsters in the Western world miss out on the “majaa-masti-bits” such as ghootan (knees)/ toowaal (towel) and such…

We would like to inculcate the language so our kids can enjoy the “privacy” and keep our traditional mother-tongue (for the Indian-origin Parsis who lost their original Farsi language) alive…

If anyone has short skits we can adapt to the Western world-relevance, (I am unable to revive Mithoo Jesia’s many wonderful Parsi-Gujarati-English songs that apply mainly to India, eg: “Parsi hume chhaiye, avya Iran thi India ver, Hindustan ma rahiye, ne kariye lehram-lehr…” – this song is seen as “not very applicable to the UK Parsis for example..”

Look forward to creative contributions here.

Thanks v much & God Bless bawas and bawis…
Rozy K Contractor

rozy.contractor@wipro.com

One comment

  • Talati Viththal R.

    Here is m(Viththal Talati) parsi faras. If it is helpful for your performance. Also, Would yu mk me 1 favor? Please I need some information of Parsi weding and religious rituals and family addressal; like sasu, maternal and paternal aunt or uncle. If you mind please e_mail me at vt_1930@yahoo.com
    ડાર્લિંગ ખડકને ના જો! વિઠ્ઠલ તલાટી

    [પારસી કુટુંબના ઘરનો દિવાન ખંડ. સામાન્ય રીતે પારસી લોકોના ઘરમાં હોય છે. તેવું રાચરચીલું અને તેની ગોઠવણી. દીવાલ પર થોડાક ફોટા. એક પારસી કેલેન્ડર. પડદો ખૂલે છે; ત્યારે recline જેવીએક ઢળતી ખુરશી પર જમશેદની પત્ની ઝરીન આરામથી ઊંઘતી હોય છે. background માં mp3 પર ગીત વાગી રહ્યું છે.
    મને મારા યૌવનના સુરજ પાછા આપો!
    અલગારી ઝિંદગીના રંગરાગ પાછા આપો!
    ધાવા પૃથ્વીના મિલનની સાંજો પાછી આપો!
    મારી રઝળતી યાદોને વિસામો રે આપો!
    ગાંઠે બાંધી ગઠરીમાં લાવ્યાં હતા સોગાતો.
    મોંઘેરી એ સોગાતો અમોને પાછી રે આપો ! ગીત બંધ થાય છે અને બાજુના ઓરડામાંથી જમશેદ પ્રવેશે છે.]
    જમશેદ: ઝરીન, આકાશમાં સુરજ તપે છે; અને હજુન તું આંય કુંભકરણ કાની શાની ઘોર્યા કરે ચ.
    ઝરીન: ઓય, ખોદાયજી! આય તેં શું કીધું? નખ્ખોદિયા! તેં મારું સાજુ સોજ્જું સપનું વેરણછેરણ કરી નાયખું. (જમશેદ પાસે જઇ તેની છાતી પર મુઠ્ઠીથી વાર કરતાં.)જમશેદ, તું કેટલો ક્રુઅલ છે. દયાહીન, ઘાતકી છે! તુને મારા ખાસ્સા મઝાના સપનાનું પળવારમાં ધનોતપનોત કરી નાયખું.
    જમશેદ: ગાંડી, સપનાં તે થોરાં વરી જોવાનાં હોય? એવણને તો સાકાર કરવાનાં હોય. જો મને! My dream is to be a good police officer. And darling, I make it.
    ઝરીન: ધૂળ અને ઢેફાં.આ દાઢીમૂછ અને આ મસમોટા થોભીયામાં બાબા, તું જર્રાય સારો નહીં લાગતો. પેલ્લાં તો તું ડિયર કેવ્વો રુસ્તામના સોહરાબ જેવો હેન્ડસમ હેન્ડસમ લાગતો હુટો. હવે તો મૂઆ તું ચંગીસખાન જેવો દીસેચ. મને તો બા ઘન્નો જ દર લાગેચ. ક્યાંક તું મારું ય બી encounter તો નહીં કરી નાખેને
    જમશેદ: ડાર્લિંગ, encounter તો હું થઇ ગયેલો. આજથી બર્રાબર દશ વરસ પેલ્લાં.તારા આ શરાબી નઝરનાં તીર મારા અંગઅંગ વેર ખૂંપી ગીયેલાં. બેચેની મૂઈ મારી ખાંધે પડી હુતી. બધે રાત અને દિવસ તું ને તું જ દીસતી હુતી. અને દુક્તી નિંદરમાં આવી આવીને મને પજવી જતી હુતી.
    ઝરીન: અને હવે તું મને બીકણ સસલીને ડરાવી ગભરાવી રહ્હ્યો છે. જો તું સાંભળી લે, આ થોબડામાં તું જરરાય સારો નઈ લાગતો. ડાર્લિગ, તું મારું માન અને આ દાઢી મુચ્છને કઢાવી નાખ.બાબા, તને એ જરાય નઈ સદતાં. ક્લીનશેવમાં મારો પેલ્લાનો જમશેદ કેવો કલૈયાકુવર જેવ્વો દીસતો હુટો. ડાર્લિંગ, એ દિવસ તું મને પાછા લાવી આપ! તે વેર તું મને કેટલો ઢગલો પ્રેમ કરતો હુટો.મારી આગળ પાછળ કેતલા ઘેલાંઘેલાં કાઢતો હુટો.
    જમશેદ: ઝરીન, એવન તો મારી identity છ. તને ખબર છ? (મૂછો પર હાથ ફેરવતા.) આય મારા ગેઇટઅપથી કેતકેતલા ક્રિમીનલ પવનમાં આસોપાલવ ધરૂજે તેમ થર થર ધૂરુજે છ. તું નહીં માને પણ, મને જોઈ એ બધ્ધા મેદાન છોડીને ભાગી જાયેચ.
    ઝરીન: તું કહી રિયો ? મને તો બાબા તારી બહું બીક લાગેચ. આ તારો થોબડો જોઇને મારો અડધો પ્રેમ ઓગળી જાયચ. મને તો મારો પેલ્લાનો જુનો પુરાણો, કૉલેજ કાલનો ફ્રેન્ડ જમશેદ પાછો લાવી આપ! સોહરાબ જેવો રૂપાળો રૂપાળો સરળ અને સિમ્પલ. બાપડો મને ( બંને હાથ પહોળા કરી.) આ…આવડો બધો પ્રેમ કરતો હુટો. મારી આગળ પાછળ કેતલા બધ્ધા લટુડા પટુડા કરતો હુટો. અને તને ખબર છ? પાછો કૉલેજના મારા ક્લાસ આગળ કેવો લેફ્ટ રાઇટ કરતો હૂતો?
    જમશેદ: સમજ્યો, સમજ્યો.
    ઝરીન: શું ધૂળ અને પથરા સમજ્યો! તું તો રોજ રોજ તારા ક્રીમીન્લો પૂઠે ભટક્યા કરશ. મારા માટે તને સમય જ કિયાં છ . તારા કરતાં તો મારો એવન ઘન્નો ઘન્નો સારો. બાપડો રોજ રોજ સપનામાં આવી મને વ્હાલથી નવરાવી જાયચ. કાલે જ એવન મને સપનામાં આવેલો . અને એવને તો મને.. મારી છાતીમાં સુખના ઓરણા ઓરી ઓરી દરી નાખેલી . મારા માસુમ ગાલો પર એના કોમલ કોમલ હોઠોની રૂઝ ફેરવી ગીયો. તીયારે તો મૂઓ મને ( બંને હાથ પહોળા કરી.) આવરો બધો મીઠો મીઠો લાગેલો. હું તો… (કપાળને બંને બાજુ હાથ મૂકી ઓવારણા લેતી હોય તેમ.) હું તો બાબા એવન પર વારી વારી જાઊચ.
    જમશેદ: એ બધ્ધું એવન કરેચ?
    ઝરીન: તીયારે શું તું કરેચ?
    જમશેદ: (કૃત્રિમ ગુસ્સાથી,) ઓ બદજાત, બેશરમ, દગાબાજ, તું મને છોડી એવનને પ્રેમ કરેછ! હવે હું તને છોડશ નહીં. હમ્નાને હમણાં તારો ખીમો કરી નાખશ! (પિસ્તોલ કાઢી તેની સામે ધારે છે.)
    ઝરીન: ઓ ખોદાયજી! આય તું શું કરી રહ્યો છ. તને કોઈ ભાનસાન છે કે નહીં? હેવાન થઇ ગયો છ કે શું? મૂઆ રાક્ષસ!
    જમશેદ: તું તારા ખોદાયજીને યાદ કરી લે! હું તને બેવફા સ્ત્રીને તારા ખોદાયજી પાસે મોકલી આપસ. (જમશેદ પિસ્તોલના ટ્રીગર પર હાથ મૂકે છે. ટ્રીગર દબાવે છે. મોટો ધડાકો થાય છે. પિસ્તોલના આવજથી ઘડીક બધે સ્તબ્ધતા પથરાઈ જાય છે. જમશેદનો હાથ પિસ્તોલ પર જ છે. ઝરીન ડરથી જમશેદને વળગી પડે છે, અને જમશેદની છાતી પર માથું મૂકી દે છે. પલ બે પલ શાંતિ બાદ.)
    જમશેદ: ઝરીન, કાઈ સંભળાય ચ?
    ઝરીન: હા, મને સંભળાય છે,પત્થરોના ખડકો માય વહેતા ઝરણાનો મર્મર ધ્વની. જાણે કોઈ બાળકના ખળખળ હસવાનો ધ્વની!
    જમશેદ: ડાર્લિંગ! ખડકોને ના જો!
    ઝરીન: હા, હા, હવે બધ્ધું તહસનહસ થઇ રહ્યું છે. હવે સંભળાય છે ખાલી સંગીત, ઝરણાનું મીઠું મર્મર સંગીત! (જમશેદ વ્હાલથી તેના બંને હાથ તેની પીઠ પર ફેલાવી બળપૂર્વક તેને છાતી સરસી ચોપી દે છે. ઝરીન વેલી વ્રુક્ષને વળગી રહે તેમ જમશેદના ગળે હાથ વીટાળી વળગી પડે છે.) પડદો.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.