ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા રજૂ કરે છે, “ગઝલની ગુંજતી સરગમ” આ નહીં પણ એના પછીનાં શનિવારે. એટલે ૨૦ જુલાઈનાં રોજ. તો અમને થયું જરા એકવાર યાદ દેવડાવી દઉં.
એ છે ગુજરાતી ગઝલનું એવું સાજ- એકલો છે આખી સેનાનો અવાજ. આ આખી સેનાનો એકમાત્ર અવાજમાં ગુજરાતી શાયરોનું પંચામૃત અને ગુજરાતી ગઝલોનો મહાકુંભ લઈને આવે છે જાણીતા ગઝલનાં જાણતલ શ્રી શોભિત દેસાઈ.
અને સાથે આપણા લાડીલા કવિ ચંન્દ્રકાંત શાહના સમગ્ર કાવ્યસંગ્રહનું વિમોચન થશે.
જેનું સંપાદન ઈશાની શાહે કર્યું છે. આ પ્રસંગે તમને આ પુસ્તક ખરીદવાનો લહાવો પણ મળશે.
સમય છે ૪.૩૦ થી ૭.૩૦. અને હા, ૪.૦૦ વાગે આવી જશો તો સરસ જગ્યા તો મળી જશે અને સાથે ચા ની મજા પણ માણી શકાશે.
એડિસનમાં રાખવાનો હેતુ એટલો જ કે તમને સૌને અનુકૂળ રહે.
તો જરૂરથી આવજો. અમે સૌ તમારી રાહ જોઈશું.
ટેક્નિકલ મુશ્કેલીઓ ઘણી હોવાથી આ કાર્યક્રમ ઝૂમ પરથી પ્રસારિત નહિ કરવામાં આવે. તો માફ કરશો.
તો ચાલો , મળીએ છીએ આ શનિવારે. હોલનું સરનામું યાદ છે કે ફરી યાદ કરાવી દઈએ.
ITV Gold Theatre inside Big Cinemas
1655 Oak Tree Road,Suite # 155, Edison, NJ 08820
(Next to Famous Pizza)
(BTW, the show will begin at 430pm and will end at sharp 730pm)
વહાલાં મિત્રો:

ગઝલની દુનિયાનાં મહારથિઓ બરકત વિરાણી, સૈફ પાલનપુરી, કૈલાસ પંડિત, રમેશ પારેખ, શૂન્ય પાલનપુરી,અમૃત ઘાયલ, જલન માતરી અને મરીઝની ગઝલોની રજૂઆત થશે – અને કાર્યક્રમના સૂત્રધાર રક્ષા પંડ્યા રહેશે.
અને સાથે આપણા લાડીલા કવિ ચંન્દ્રકાંત શાહના સમગ્ર કાવ્યસંગ્રહનું વિમોચન થશે.
જેનું સંપાદન ઈશાની શાહે કર્યું છે. આ પ્રસંગે તમને આ પુસ્તક ખરીદવાનો લહાવો પણ મળશે.
ટિકિટો દર વખતની જેમ સુલેખા પરથી ખરીદી શકાશે (Please visit: https://events.sulekha.com/shobhit-desai_tickets_artist_1261) અથવા સ્થળ પર પણ ઉપલબ્ધ હશે.
સમય છે ૪.૩૦ થી ૭.૩૦. અને હા, ૪.૦૦ વાગે આવી જશો તો સરસ જગ્યા તો મળી જશે અને સાથે ચા ની મજા પણ માણી શકાશે.
એડિસનમાં રાખવાનો હેતુ એટલો જ કે તમને સૌને અનુકૂળ રહે.
તો જરૂરથી આવજો. અમે સૌ તમારી રાહ જોઈશું.
ટેક્નિકલ મુશ્કેલીઓ ઘણી હોવાથી આ કાર્યક્રમ ઝૂમ પરથી પ્રસારિત નહિ કરવામાં આવે. તો માફ કરશો.
તો ચાલો , મળીએ છીએ આ શનિવારે. હોલનું સરનામું યાદ છે કે ફરી યાદ કરાવી દઈએ.
ITV Gold Theatre inside Big Cinemas
1655 Oak Tree Road,Suite # 155, Edison, NJ 08820
(Next to Famous Pizza)
(BTW, the show will begin at 430pm and will end at sharp 730pm)
મળીએ તો.
~ કાર્યકારી સમિતિ
I want the material in ENGLISH